તારા પર વિશ્વાસ કર્યો લજ્જીત થયો નથી
તારી કૃપાએ મને તજી દીધો નથી
ખાલી હાથે હું આવ્યો હતો
હવે બે ટોળાં મારે થયા છે
એલ – એલોહે......., એલ - એલોહે
એલ – એલોહે......., સ્તુતિ કરીશ
1. સંકટમાં હતો, નિરાશામાં જીવ્યો
ગભરાયેલો મને વિસામો આપ્યો
મારી સાથે કરાર કરીને
ગુમાવેલું બધું પાછું આપ્યું (એલ-એલોહે)
2. સગાવહાલાં બધા છોડી દીધા છતાં
જરૂરિયાત બધું તમે પુષ્કળ આપ્યું
પરદેશી રહેઠાણ દેશને
મારા માટે સ્વદેશ કરીને આપ્યો (એલ-એલોહે)