૧ પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
કરૂબીમનાં ગાન ગાજે સુનાદે, સરાફીમ સ્તુતિ કરે ઉચ્ચ સાદે.
૨ પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, ધરી જન્મ આવ્યો કરી શ્રેષ્ઠ સેવા,
સહી સ્તંભ ભારે, હર્યાં પાપ મારાં, ભજું, દેવપુત્ર તને, તારનારા.
૩ પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, અમો સંગ રે'જે સદા, હે શુભાત્મા,
થજે ભોમિયો વાટમાં, નાથ પ્યારા, અમોને સદા સત્યમાં દોરનારા.
૪ પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, પિતા, પુત્ર, આત્મા મળી એક દેવા,
દયાવાન છે તું અનાદિ, અનંતા, નમું દાસ હું સર્વદા ગુણ ગાતાં.