ખોવાઈ જઉં તારા પ્રેમના ઊંડાણમાં હર પળ પ્રભુ,
મીઠી આ તારી વાતોમાં પામું હું ખુદને પ્યારા ઈશુ.
ઉપાસન કરું, મનમાં વસ્યા સ્વામી તમે છો પ્યારા પ્રભુ
સંસારની માયાથી પણ સુંદર છે તારું નામ,
મહેકતા મધુવનથી પણ
મધુર છે તારું નામ.
થઈને અર્પણ સદા તારી
કરું હું આરાધના.
અંધારમય આ જીવન હતું
ચિરાગ થઈને આવ્યો છે તું,
આંસુ મારા કદમ ચૂમે તારા
તું છે મારો સહારો પ્રભુ.
તારી કૃપામાં છે નિત્ય જીવન,
હર એક પગલે આશાઓ છે.